દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલી એક માત્ર સરકારી અંગે્રજી માધ્યમની શાળામાં શિક્ષકો ન હોય વિદ્યાર્થીઓ તથા વાલીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અંગે્રજી માધ્યમની સ્કૂલમાં શિક્ષકોના અભાવને લઇ વાલીઓ દ્વારા ભાણવડમાં છેલ્લાં 3 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી શિક્ષકોની ભરતી કરવા માંગણી કરી રહ્યા છે. ત્યારે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ દ્વારા પણ વાલીઓની ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. આ તકે ગુજરાત પ્રદેશ કોંગે્રસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના કોંગે્રસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી વાલીઓની રજૂઆત સાંભળી હતી. પૂર્વસાંસદ વિક્રમભાઈ માડમ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી થાય તે અંગે રજૂઆત કરવાની વાલીઓને ખાતરી આપી હતી.