જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપા અગ્રણીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ભાજપના અગ્રણી અને જામજોધપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા કે જેઓ કોરોના ગ્રસ્ત બન્યા છે અને તેઓને જામનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા પછી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના ક્ષત્રિય આગેવાન અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તેમજ ભારતીય જનતા પાર્ટીના જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાને તાવની અસર થવાથી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેઓનો કોરોના ટેસ્ટ કરાવતાં તેઓનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેઓને હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત તેઓની સાથે સંપર્કમાં આવનારા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.