પશ્ચિમ બંગાળમાં ભારે સુરક્ષા અને કેન્દ્રીય દળોની તહેનાત હોવા છતાં, રાજકીય હિંસા બંધ થઈ નથી. આજે રોજ પૂર્વ ક્રિકેટર અને મોયના વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. પૂર્વ મિદનાપુરના મોયનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની કાર પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડિંડાને ઈજાઓ થઈ છે. તેની કારને પણ નુકસાન થયું છે. ચૂંટણી પંચે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક અહેવાલ મંગાવ્યો છે.
પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા બપોરે સાડા ચાર વાગ્યે રોડ શો પરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે 50 જેટલાગુંડાઓએ તેની કાર ઉપર લાકડીઓ, સળિયા અને પથ્થરો વડે હુમલો કર્યો. કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેનાથી અશોક ડિંડાને ઈજાઓ પહોચી હતી. ડિંડાએ હુમલા પાછળ TMCના સમર્થકોનો હાથ ગણાવ્યો છે. ટીએમસીના જિલ્લા પ્રમુખ અખિલ ગિરીએ કહ્યું હતું કે, “ભાજપના જૂના નેતાઓ ડિંડાને ઉમેદવાર તરીકે સ્વીકારી રહ્યા નથી, તેથી તેઓએ તેમના પર હુમલો કર્યો.” ટીએમસીનો આ બનાવ સાથે કોઈ લેવા-દેવા નથી.
એક દિવસ અગાઉ નંદીગ્રામમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીઓના કાફલા પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેના કાફલાને ટીએમસીના દ્વ્જ લઇને ઉભેલા કાફલાએ ઘેરી લીધો હતો. ત્યારે આજે અશોક ડિંડા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેઓ એક તરફ મમતા બેનર્જી પણ ભાગાબેડામાં વ્હીલચેર પર પદયાત્રાની આગેવાની કરી રહ્યાં છે.