જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાના આગમન સાથે વિદેશી પક્ષીઓ જામનગરના મહેમાન બન્યા છે. શહેરની શાન સમા લાખોટા તળાવ ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓના આગમનથી તળાવની સુંદરતામાં વધારો થયો છે. લોકો સવારે આ પક્ષીઓ નિહાળવા અને તેમને ખવડાવવા માટે પહોંચી જાય છે.
View this post on Instagram
યુરોપીયન દેશોમાં કડકડતી ઠંડી પડતા પક્ષીઓને ત્યાં કુદરતી રીતે પોતાનો ખોરાક મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે જેથી આ સમયગાળા દરમિયાન પક્ષીઓ સાત સમુન્દર પારથી જામનગર પહોંચે છે. જામનગરની મહેમાનગતી માટે આવતા આ વિદેશી પક્ષીઓનું આ વર્ષે પણ જામનગરમાં આગમન થઇ ચુકયું છે. જામનગરની મઘ્યમાં આવેલ જામનગરની શાન સમા રણમલ તળાવ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આજુબાજુ આ પક્ષીઓ નિવાસ કરતા હોય છે. શિયાળાના આગમન સાથે સાત સમુન્દર પારથી આ પક્ષીઓ જામનગર આવતા હોય છે. સવારના સમયે આ ક્ષીઓના કલબલાટથી લાખોટા તળાવની સુંદરતામાં પણ વધારો થાય છે. આ વર્ષે પણ શિયાળાનું આગમન થતાં આ વિદેશી પક્ષીઓ જામનગરના મહેમાન બની ચુકયા છે. જામનગરમાં તળાવની આજુબાજુ મોટી સંખ્યામાં આ વિદેશી યાયાવર પક્ષીઓ જોવા મળી રહ્યા છે. શહેરીજનો અહિં આ પક્ષીઓને ખુબ નજીકથી નિહાળતા હોય છે.
લાખોટા તળાવ ખાતે આ પક્ષીઓ આવી પહોંચતા જામનગરવાસીઓ પોતાના બાળકોને લઇને પક્ષીઓ બતાવવા આવતા હોય છે. અને તેમને ખોરાક પણ આપતા હોય છે. ખાસ કરીને રવિવારે રજાના દિવસે અહિં લોકો પણ મોટી સંખ્યામાં બાળકોને લઇને ઉમટતા હોય છે. બાળકો પણ આ પક્ષીઓને ખોરાક આપી આ પક્ષીઓને નિહાળવાની મજા માણતા હોય છે.


