અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતના વાતાવરણમાં ત્રણ દિવસથી પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યમાં ઠંડી અને વાદળિયા વાતાવરણ વચ્ચે રાજ્યના 129 તાલુકામાં માવઠું થયું હતું. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે.
આજે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનમાં 4ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 ડીગ્રી તાપમાન જયારે જામનગર રાજકોટમાં 20 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાહિત સૌરાષ્ટ્રમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદામાં આજે વરસાદ વરસી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે 5 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે. સોરાષ્ટ્રનો દરિયા કિનારા પર ગતરાત્રીના રોજ ભારે પવન ફૂંકાયો હતો.હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંવરસાદ પડી શકે છે.