ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે રહેતા ધર્મેન્દ્રભાઈ માવાભાઈ નકુમ નામના 37 વર્ષના યુવાન એક દુકાન પાસે ઊભા હતા, ત્યારે શ્રીજી સોસાયટીમાં રહેતા વિજય ચાવડા નામના શખ્સએ તેમની પાસે આવી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ધર્મેન્દ્રભાઈ પાસે રહેલા રૂપિયા 700 બળજબરીપૂર્વક કઢાવી લેતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ધર્મેન્દ્રભાઈ નકુમની ફરિયાદ પરથી વિજય ચાવડા સામે આઈ.પી.સી. કલમ 386, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.