કેરળની હાઇકોર્ટ કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, કોવિન પોર્ટલ મારફત જે લોકો કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ માત્ર 1 માસમાં લેવા ઇચ્છતા હોય તેઓને સરકારે બીજો ડોઝ વહેલાસર આપી દેવો જોઇએ. હાલમાં, બીજો ડોઝ 84દિવસ અંતરે આપવામાં આવે છે.
જે લોકો વિદેશ પ્રવાસ જેવા કારણોસર બીજો ડોઝ વહેલો લેવા ઇચ્છતાં હોય તેઓને કેન્દ્ર-રાજય સરકારો આ બીજો ડોઝ ઝડપથી આપવાની વ્યવસ્થા ધરાવે છે. ત્યારે શિક્ષણ-નોકરી જેવા ક્ષેત્રો માટે જે લોકો ડોઝ વહેલો ઇચ્છે તેઓને શા માટે ‘ના’ પાડવામાં આવે છે? એવો પ્રશ્ર્ન અદાલતે પૂછયો છે.
અદાલતે વધુમાં એમ પણ કહ્યું કે, વેકસીન લેવી કે કેમ ? તે નકકી કરવાનો અધિકાર નાગરિકને છે ત્યારે તેઓ જો વહેલો ડોઝ ઇચ્છતા હોય તો તેઓને શા માટે ના પાડવી? ખાસ કરીને જેઓ નાણાં ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં આ રીતે ઝડપથી વેકસીન લેવા ઇચ્છે તેઓને ના ન પાડી શકાય