Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયGSTની અમલવારી પછી પ્રથમ વખત કલેકશન રૂા.1.20 લાખ કરોડ

GSTની અમલવારી પછી પ્રથમ વખત કલેકશન રૂા.1.20 લાખ કરોડ

- Advertisement -

GSTની વસૂલાત પર કોરોના મહામારી અસરનો અંત આવી ગયો છે. હવે એના મારફત થતી કમાણીએ ઝડપ પકડી છે. જાન્યુઆરીમાં સરકારને GSTથી સૌથી વધારે આશરે 1.2 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ જાન્યુઆરીની રૂપિયા 1.20 લાખ કરોડની રેકોર્ડ કમાણી થઈ છે, જેે ગયા વર્ષની તુલનામાં એ 8 ટકા વધારે છે.

- Advertisement -

છેલ્લા 4 મહિનાથી સરકાર GSTથી રૂપિયા 1 લાખ કરોડ કરતાં વધારે આવક મેળવી રહી છે. સરકારે કહ્યું હતું કે બનાવટી બિલ અટકાવવાની કવાયત, GST, ઈન્કમ ટેક્સ અને કસ્ટમ આઈટી સિસ્ટમના ડેટાનું વિશ્લેષણ તથા અધિકારીઓનાં કડક પગલાંને લીધે છેલ્લા કેટલાક મહિનાથી વસૂલાતમાં વધારો થઈ રહ્યો છે.

સરકારે કહ્યું હતું કે 31 જાન્યુઆરી 2021ની સાંજે 6 વાગ્યા સુધીમાં મહિનાભરની વસૂલાત 1 લાખ 19 હજાર 847 કરોડ રૂપિયા થઈ છે. એમાંથી CGST (કેન્દ્રીય GST) વસૂલાતનો હિસ્સો 21 હજાર 923 કરોડ રૂપિયા છે અને SGST (સ્ટેટ GST) વસૂલાતનો હિસ્સો રૂપિયા 29 હજાર 014 કરોડ રૂપિયા રહ્યો છે. IGST (ઈમ્પોર્ટ GST) વસૂલાતનો હિસ્સો 60 હજાર 288 કરોડ રૂપિયા રહ્યો છે.

- Advertisement -

એમાં રૂપિયા 27 હજાર 424 કરોડની વસૂલાત આયાતી વસ્તુઓથી થઈ છે. સેસથી રૂપિયા 8 હજાર 622 કરોડની જ્યારે આયાતી વસ્તુથી મેળવેલ રૂપિયા 883 કરોડ રૂપિયાની સેસ વસૂલીનો પણ સમાવેશ થાય છે.

જાન્યુઆરી મહિનામાં 31 જાન્યુઆરી,2021 સુધી કુલ 90 લાખ GSRT-3B રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. સરકારે રેગ્યુલર સેટલમેન્ટ સ્વરૂપમાં IGST થી CGSTમાં 24 હજાર 531 કરોડ રૂપિયાના અને SGSTમાં 19 હજાર 371 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે. રેગ્યુલર સેટલમેન્ટ બાદ જાન્યુઆરી 2021માં કેન્દ્ર સરકારને CGSTઝથી કુલ 46 હજાર 454 કરોડ રૂપિયા અને તમામ રાજ્યોને SGST થી કુલ 48 હજાર 385 કરોડ રૂપિયાની કમાણી થઈ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular