Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસમાં મોટો ઘટાડો, જાણો આજના અપડેટ્સ

દેશમાં પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસમાં મોટો ઘટાડો, જાણો આજના અપડેટ્સ

24કલાકમાં 3.56 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો

- Advertisement -

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે આજે દેશ માટે સારા સમાચાર આવ્યા છે. રોજે દેશમાં કોરોનાના 4લાખ નજીક કેસ સામે આવી રહ્યા છે. તેની સામે આજે કોરોનાના 3.29લાખ કેસ સામે આવ્યા છે. 24કલાકમાં 3.56 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસમાં મોટો ઘટાડો થયો છે. એક દિવસમાં 3876 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નીપજ્યા છે.

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,29,942 કેસ સામે આવ્યા છે. તથા 3876 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. એક જ દિવસમાં 3,56,082 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. ત્યારે એક્ટિવ કેસનો આંક ઘટીને 37,15,221 થયો છે. દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસમાં ઘટાડો આવ્યો છે. આજે રોજ 30016 કેસ ઘટ્યા છે. અત્યાર સુધી દેશમાં 1.90 કરોડ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધી કોરોનાના 2.29 કરોડથી વધુ કેસ સામે આવ્યા છે.

કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાજનક વાતએ છે કે મૃત્યુ દરમાં કોઈ ફર્ક નથી. એક જ દિવસમાં દેશમાં 3876 દર્દીઓના મોત સાથે કુલ મૃતકઆંક 249992 થયો છે.

- Advertisement -

વેક્સિનેશનની વાત કરવામાં આવે તો ગઈકાલે 25.03લાખ લોકોને વેક્સિન અપવામાં આવી હતી. જે પૈકી 10.76લાખને પ્રથમ અને 14.27લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી દેશમાં 17.27 કરોડ લોકો વેક્સિન લઇ ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular