રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૦.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૭૭.૮૩ સામે ૫૯૯૬૦.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૩૦.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૧.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૧.૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૦૫૯.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૦૮.૧૫ સામે ૧૭૮૮૩.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૩૫.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૧૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં દૂર થવા લાગતાં અને વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશભરમાં ઉદ્યોગો, બિઝનેસ ધમધમતા થવા લાગતાં આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં મજબૂત સુધારાની અપેક્ષા અને આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં એનર્જી સહિતની ક્રાઈસીસ વધતાં અને યુરોપમાં પણ અનિશ્ચિતતાની પરિસ્થિતિ વચ્ચે એડવાન્ટેજ ભારત બની રહી ફંડોએ આજે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.
દેશમાં એકથી વધુ પોઝિટીવ પરિબળો ઊભરી આવી ચોમાસાની સારી પ્રગતિ અને ઉદ્યોગોને સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો, રાહતોની પોઝિટીવ અસર સાથે હવે આજથી શરૂ થનારી કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન પ્રોત્સાહક બની રહેવાની અપેક્ષાએ ફંડોએ આજે શેરોમાં તોફાની તેજી કરી હતી. એનર્જી, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આક્રમક તેજીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, પાવર, એફએમસીજી, યુટિલિટીઝ, હેલ્થકેર, ફાઈનાન્સ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૮ અને વધનારની સંખ્યા ૧૮૪૭ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય દ્વિમાસિક બેઠકના અંતે સમિતિએ સતત આઠમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા વગર રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર યથાવત રાખ્યા છે. આ સાથે જ રિઝર્વ બેંકે કોવિડ – ૧૯ની બીજી લહેર બાદ અર્થતંત્રમાં સુધારાના સંકેતો વચ્ચે પોતાનું નાણાકીય વલણ નરમ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. સમિતિએ માર્કેટ સેન્ટીમેન્ટ અને ફાઇનેન્શિયલ આઉટલુકને જોતાં સતત આઠમી વખત ઉદાર વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
આર્થિક ઉત્પાદન હજુ પણ કોવિડના પહેલાંના સ્તરની નીચે છે, પરંતુ મોંઘવારીનું વલણ અપેક્ષિત કરતાં વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે વધી રહી છે. હાઇ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે બીજા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવી છે. આરબીઆઇએ આ વખતે જીડીપી વૃદ્ધિના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાસ્તવિક GDP વૃદ્ધિનું અનુમાન ૯.૫% જાળવી રાખવામાં આવ્યું છે, ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવો ૫.૩% રહેવાનો અંદાજ રાખ્યો છે.
તા.૧૧.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૮.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૯૧૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૭૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૯૭૦ પોઈન્ટ થી ૧૮૦૦૮ પોઈન્ટ ૧૮૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૮.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૭૯૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૭૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૦૦૮ પોઈન્ટ થી ૩૮૧૮૮ પોઈન્ટ, ૩૮૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- કોટક બેન્ક ( ૧૯૪૬ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૧૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૨૩ થી રૂ.૧૬૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૬૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૧૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૭૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૮ થી રૂ.૭૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચડીએફસી લિમિટેડ ( ૨૭૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૦૭ થી રૂ.૨૬૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઈન્ડીગો ( ૧૯૭૩ ) :- રૂ.૨૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૩૦૫ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૭ થી રૂ.૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૭૮૪ ) :- ૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૭૦ થી રૂ.૭૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )


