ચંદ્ર પર હજુ સુધી માનવ વસવાટ સંભવ બન્યો નથી. પરંતુ કેટલાક સુપર સ્ટાર્સે ચંદ્ર પર જમીન ખરીદી લીધી છે. ત્યારે હવે સુરતના એક વ્યક્તિએ પોતાના બે વર્ષના બાળક માટે ચંદ્ર ઉપર જમીન ખરીદી છે. અ સાથે જ સૌથી નાની ઉંમરે ચન્દ્ર ઉપર જમીન ખરીદવાનો રેકોર્ડ પણ સર્જાયો છે. આ અગાઉ ભાવનગરના એક વ્યક્તિએ પણ ચંદ્ર ઉપર જમીન ખરીદી હતી.
સુરતના વિજય કથીરિયાએ 2 વર્ષીય પુત્ર માટે ચાંદ પર 1 એકર જમીનની ખરીદી હોવાનો દાવો કર્યો છે.વિજય કથીરિયાએ 13 માર્ચનાં રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગત રોજ જમીનની ખરીદીને પરવાનગી મળી ગઇ છે ત્યારે સૌથી નાની ઉંમરે જમીનની ખરીદી કરી હોવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. નિત્ય નામનો બાળક જમીનનો માલિક બન્યો છે. ઇન્ટરનેશનલ લેન્ડ રજિસ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપની ચંદ્ર પર જમીનની ખરીદી કરી શકાય છે.
વાસ્તવમાં ચન્દ્ર પર જમીન ખરીદી શકાતી નથી. માત્ર સર્ટિફિકેટ જ મળે છે. કેટલાક લોકોએ પોતાના નામે આકાશના તારા પણ ખરીદ્યા હોવાના રેકોર્ડ છે. આ તારાઓને માત્ર જે તે વ્યક્તિનું નામ મળતું હોય છે અને સર્ટિફિકેટ મળે છે. આ માત્ર શોખ ખાતર કરવામાં આવતું કાર્ય છે. અન્ય અવકાશી વસ્તુની ખરીદી માટે તમે માત્ર સર્ટિફીકેટ જ મેળવી શકો છો.
ભારતે ‘ધ આઉટર સ્પેસ ટ્રીટી’ના નામે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે કે, જે કોઈપણ વ્યક્તિને અંતરિક્ષના કોઈપણ ભાગમાં પોતાનો દાવો કરતા અટકાવે છે. ભારત સિવાય આ સમજૂતિ પર વિશ્વના 100 દેશોના હસ્તક્ષર રહેલાં છે. આ સમજૂતિ મુજબ, આઉટર સ્પેશનો ઉપયોગ ગમે તે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે. હકીકતમાં કોઈ વેબસાઈટ જમીનનું વેચાણ કરી રહી નથી.