Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સફૂટબોલ સ્ટાર મેસીને રૂા. 300 કરોડની ઓફર

ફૂટબોલ સ્ટાર મેસીને રૂા. 300 કરોડની ઓફર

- Advertisement -

ભારતમાં આઈપીએલમાં કોઈ ખેલાડી 14 થી 15 કરોડ રુપિયામાં ખરીદાય છે તો તેને લઈને ભારે ચર્ચા થતી હોય છે પણ ફૂટબોલ જગતના સુપર સ્ટાર્સ માટે જે બોલી લાગે છે તેની આગળ ક્રિકેટરોની કોઈ વિસાત નથી. આર્જેન્ટિનાના અને દુનિયાના પણ દિગ્ગજ ફૂટબોલ પ્લેયર લિયોનલ મેસી ની ટીમ બાર્સેલોના હવે સ્પેનિશ ફૂટબોલ લીગ જીતવા માટેની રેસમાથી બહાર થઈ ગઈ છે. જોકે એ પછી પણ મેસીની બોલબાલા ઘટી નથી અને ઉલટાનુ તેની ડીમાન્ડ વધી રહી છે. બાર્સેલોના ક્લબ સાથેનો મેસીનો કરાર પૂરો થવાનો છે. હવે આ કરારને આગળ વધારાશે કે નહીં તેની જાહેરાત હજી થઈ નથી.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે માન્ચેસ્ટર સિટી તેમાં સૌથી આગળ છે. તે મેસી સાથે એક વર્ષનો કરાર કરવા માંગે છે અને તેના બદલમાં તે મેસીને 25 મિલિયન પાઉન્ડ એટલે કે 300 કરોડ રૂપિયા સુધી આપવા માટે તૈયાર છે. જો મેસી આ કરાર કરશે તો તે પ્રીમિયર લિગના ઈતિહાસમાં સૌથી વધારે રકમ મેળવનાર ખેલાડી બની જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular