તાજેતરમાં ધંધુકામાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેનો સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે જામનગર શહેરને પણ પોલીસ દ્વારા આ ઘટનાને લઇ સલામતી દાખવવામાં આવી રહી છે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગઈકાલે જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં પોલીસ દ્વારા હિન્દુ-મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા લોકોને ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી ન દુભાઈ એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કે કોઇપણ જગ્યાએ શેર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં શાંતિ અને સલામતિ જળવાઈ તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક સાથે ફૂટ પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.