Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરલોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ અને સીએપીએફએસ નું ફુટ પેટ્રોલિંગ

લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ અને સીએપીએફએસ નું ફુટ પેટ્રોલિંગ

- Advertisement -

2024 લોકસભાની ચૂંટણીની દેશભરમાં આજે બપોરે મુખ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પૂર્વે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ ચૂંટણી કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જાળવી નાગરિકો શાંતિપૂર્ણ અને ભયમુકત મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશભરની સાથે ગુજરાતની 26 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. તેમાં 12 લોકસભા બેઠક જામનગરમાં ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય તે હેતુથી કલેકટર બી.કે.પંડયાના નેજા હેઠળ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે હેતુથી ગઈકાલે શહેરના સિટી એ ના એન.એ.ચાવડા, બી ડિવિઝનના પીઆઈ એચ. પી. ઝાલા તથા સી ડિવિઝનના એ.આર. ચૌધરી તથા સ્ટાફ અને સીએપીએફએસ દ્વારા સંયુકત ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બેડીમાં તથા પટણીવાડ, ભોયવાડા, કોળીવાડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular