જામનગરમાં વરૂણદેવને રિઝવવા ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશન દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરની ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન સંસ્થા દ્વારા વર્ષોની પ્રણાલીકા મુજબ અષાઢી બીજના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવીડ-19ને ધ્યાનમાં લઈને જે દર વર્ષે ગુંદીના લાડુ અને ગાંઠીયાનું વિતરણ જામનગરની જુદી જુદી સંસ્થાઓમાં તેમજ ગરીબ માણસો માટે જે બનાવતા હતા તેને બદલે સંસ્થાએ આ વખતે જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ગાયો માટે ઘઉંના લોટના લાડુ બનાવી અને તેનું વિતરણ કરવામાં આવશે. જે માટે 600 કિલો ઘઉનો લોટ, 500 કિલો દેશી ગોળ તથા 120 કિલો તેલના ડબ્બાના ઉપયોગથી અંદાજીત 6000 નંગ લાડુ બનાવી આવતીકાલથી તેનું વિતરણ કરવામાં આવશે.
જેમાં આણંદાબાવાની ગૌશાળા, ઢીંચડા ,આણંદાબાવાની ગૌશાળા, ધોરીવાવ, વચ્છરાજ ગૌશાળા નાગના પાસે ,મોટીહવેલી વિકટોરીયા પુલ પાસે, મોટીહવેલી ગામમાં,શ્રીજલારામ મંદિર હાપા, કબીરઅઆશ્રમ વિપુલ ગીન્સ સમર્પણ હોસ્પીટલ રોડ, પ્રણામી મંદિરની ગૌશાળા, પાંજરાપોળ લીમડાલાઈન ,કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખીજડીયા બાયપાસ, શરૂસેકશન રોડ અંબીકા ડેરી સામે જુના રેલ્વે સ્ટેશન પાસે,ખોડીયાર કોલોની ગૌશાળા, દરેડ ગૌશાળા તેમજ શહેરમાં અન્ય વિસ્તારોમાં ઉભેલી ગયોને ઘઉના લાડવા ખવડાવવામાં આવશે. આ લાડવા બ્રહ્મપૂરીની વાડી કે.વી.રોડ ખાતે બનાવવામાં આવ્યા હતાં.
આ કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જીતુભાઇલાલ, ઉપપ્રમુખ પરેશભાઇ મહેતા, માનદ મંત્રી લહેરીભાઇ રાયઠ્ઠા,સંસ્થાના કારોબારી સભ્ય અરવિંદભાઇ મહેતા, રીશીભાઇ પાબારી, વિશાલભાઇ મહેતા, દેવેનભાઇ પાબારી તેમજ માર્કેટના વેપારી મનોજભાઇ અમલાણી અને રાજશ્રીબેન મેતા, ઉષાબેન મેતાનો સહકાર મળ્યો હતો.