Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસંકલનનો અભાવ : એક જ વેપારીને ત્યાં તપાસ કરે છે બે જુદા-જુદા...

સંકલનનો અભાવ : એક જ વેપારીને ત્યાં તપાસ કરે છે બે જુદા-જુદા ફુડ તંત્રો…!

વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ અંગે મુખ્યમંત્રીને રજુઆત

- Advertisement -

જામનગર મહાપાલિકાની ફુડ શાખા તથા રાજયના ફુડ સેફટી વિભાગ દ્વારા શહેરના વેપારીઓને ત્યાં અલગ-અલગ તપાસ કરી હેરાન ગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ જામ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજીએ કરી છે.

- Advertisement -

રાજયના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતમાં કોર્પોરેટર અસલમ ખિલજીએ જણાવ્યું છે કે, જામનગર શહેર વિસ્તારમાં મહાપાલિકાની ફુડ શાખા દ્વારા વેપારીઓને ત્યાં તપાસ કરીને ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવે છે. તેમજ વેપારી સામે દંડ અને કેસની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજય સરકાર હસ્તકના જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પણ ફુડ સેફટી એકટ હેઠળ આ પ્રકારની જ કાર્યવાહી કરવામાં આવે છે. બંન્ને તંત્રો વચ્ચે સંકલનના અભાવે એક જ વેપારીને ત્યાં બંન્ને તંત્રો દ્વારા અલગ-અલગ રીતે કાર્યવાહી કરવામાં આવે છે. જે કાર્યવાહી જામ્યુકોની ફુડ શાખા કરે છે. તે જ કાર્યવાહી બે દિવસ બાદ જિલ્લા ફુડતંત્ર કરે છે. આમ વેપારીઓને વગર વાંકે હેરાનગતિ થાય છે.વેપારીઓને બંન્ને તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને ત્રાસમાંથી મુકિત અપાવવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular