જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાણીપૂરીનું પાણી, 40 જેટલા એકસપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થના પેકેટ, 10 કિલો સડેલા અને ખરાબ પપૈયા, સાત કિલો બગડેલી કેરી, ખજૂરના પેકેટ સહિતની અખાદ્ય સામગ્રીનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ ચાર પેઢીને લાયસન્સ અંગેની નોટિસ પણ આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઉનાળાની સીઝનને ધ્યાને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પટેલ કોલોની, જી. જી. હોસ્પિટલ રોડ જેવા વિસ્તારમાંથી પાઈનેપલ જ્યુસ, શેરડીનો રસ, મેંગો મિલ્કશેક, ડ્રાઈફ્રુટ ગુલાબ ગોલો, ન્યુટ્રીટસ પ્રો પાઉડર (કંપની પેક 200 ગ્રામ બોટલ) સહિત કુલ પાંચ જેટલા ખાદ્ય પદાર્થના નમુના લઇ પરિક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. તેમજ હાપામાં આવેલ બોમ્બે નમકીન નામની પેઢીમાં ચેકિંગ દરમિયાન 500 ગ્રામ ખજુરના 14 પેકેટ અને 250 ગ્રામના નવ પેકેટ અખાદ્ય જણાતા સ્થળ પર તેનો નાશ કરાયો હતો.
આ ઉપરાંત પટેલ કોલોની 5 માં આવેલ શિવશકિત એન્ટરપ્રાઈઝ (ચાર્ટ ચસ્કા) નામની પેઢીમાં ચેકિંગ દરમિયાન પાણીપુરીનું પાણી ખુલ્લુ જણાતા 5 લીટર જેટલું પાણી સ્થળ પર નાશ કરાયો હતો. ત્રણબતી વિસ્તારમાં આવેલ ગોર ફરસાણ માર્ટમાંથી બે કિલો પસ્તી, સત્યમ કોલોની રોડ પર આવેલ માયા લોક સ્કુપ નામની પેઢીમાંથી ફ્રાઈમ્સ, ચેવડો, મેગી સહિતના 40 જેટલા ખાદ્ય પદાર્થના પેકેટ એકસપાયરી ડેટ વાળા મળી આવતા સ્થળ પર તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સાત દિવસમાં ફુડ લાયસન્સ મેળવી લેવાની નોટિસ આપવામાં આવી હતી. તેમજ ઉનાળાની સીઝનને અનુલક્ષીને કેરીના વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઈરફાનભાઈ નુરી કેરીવાળા, ઈરફાન બસીર મંઢા કેરીવાળા, અખતરભાઈ લાકડાવાળા, ટી આર ફ્રુટ, પ્રકાશ લઠુમલ હકાણી કેરીવાળા તથા ઈકબાલભાઇ બાજેરીયાને ત્યાંથી સાત કિલો અખાદ્ય કેરીનો નાશ કરવામાં આવ્યો હતો તથા અમીન અમુભાઈ લાલપરીયા, યુસુફ લાલપરીયા, નાઝ ફ્રુટમાંથી 10 કિલો અખાદ્ય પપૈયાનો પણ નાશ કરાયો હતો.
જામનગર શહેરના નિલકંઠનગર રોડ પર આવેલી અમીનભાઈ મીરઝા તથા ગાઝી કેટરર્સ નામની બે નોનવેજ શોપને લાયસન્સ અંગેની નોટિસ આપવામાં આવી હતી તેમજ હર્ષદમીલની ચાલી સામે આવેલ એચ.એસ.જનરલ સ્ટોર્સ અને સુપરમાર્ટ ફાર્મસી નામની બે પેઢીને પણ લાયસન્સ અંગેની નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના સત્યમ કોલોની રોડ વિસ્તારમાં આવેલ માયા લોક સ્કૂપ, હિમાલીયા સોડાશોપ, કે.બી.એસ. ફ્રુટસ, પટેલ સ્વીટ એન્ડ ફરસાણ, શ્રીરામ ટે્રડર્સ, પાટીદાર મેડીકલ એજન્સી, સત્યમ આઈસ્ક્રીમ, ધ ફુડ પેલેસ, શિવ ફુડ (ઢોસા હોમ), હરીઓમ નમકીન, ત્રણ બતી વિસ્તારમાં લક્ષ્મી નાસ્તા ભૂવન, ગોર ફરસાણ માર્ટ, ભાગ્યોદય રાજપૂતાના લોજ, બ્રાહ્મણીયા ડાયનિંગ હોલ, બેડી ગેઈટ પાસે કાફે પેરેડાઈસ, સુપરમાર્કેટ સામે હોટલ સિધ્ધીવિનાયક તથા હાપામાં શિતલ આઈસ ફેકટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઈજેનિક ક્ધડીકશન મેઈનટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.