Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરનવા વર્ષના ત્રીજા દિવસે જામનગરમાં ધુમ્મસની ચાદર...

નવા વર્ષના ત્રીજા દિવસે જામનગરમાં ધુમ્મસની ચાદર…

- Advertisement -

નવા વર્ષનો ત્રીજો દિવસ થતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત પરંતુ સર્વત્ર ધુમ્મસની ચાદર લપેટાઈ છે. આજે વહેલીસવારે જામનગરમાં ધુમ્મસની મોહક દ્રશ્યો દેખાયા હતાં પરંતુ વિઝીબીલીટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાચલમાં 4 થી 7 જાન્યુઆરી સુધી હિમવર્ષા અને 5 અને 6 જાન્યુઆરીએ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે તેની અસર વિવિધ રાજ્યો પર પડી રહી છે. ત્યારે જામનગર સહિત રાજ્યના ઘણાં જીલ્લામાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ હતી. પરંતુ આજે વધુ ઝાકળવર્ષા નોંધાઇ હતી. જેના કારણે વિઝિબીલીટી ઓછી થઈ હતી. હવામાંતરતા પાણીના સુક્ષમ બુંદ એટલે ધુમ્મસના દ્રશ્યો જોવામાં મનમોહક લાગે છે. વાદળ જેવું વાતાવરણ દેખાય છે. ત્યારે એક ખૂબ સુંદર કુદરતી દ્રશ્ય દેખાય છે જે મનમોહી લે છે પરંતુ ઝાકળ દરમિયાન ખૂબ તકેદારી રાખવી પડે છે. વીઝીબીલીલીટી ઘટતા દુરથી આવતા લોકોએ વાહનો દેખાતા નથી અને અકસ્માતનો ભય રહે છે. તો વળી ફલાઈટ અને ટે્રનના સમયમાં પણ અસર પડે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વહેલીસવારે પુરા થતા 24 કલાક દરમિયાન કલેકટર કચેરી દ્વારા રજૂ કરાયેલા આંકડા પર નજર કરીએ તો લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સે., મહત્તમ તાપમાન 72.5 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 94% જ્યારે પવનની ગતિ 2.5 કિ.મી. પ્રતિકલાક નોંધાઇ હતી. આમ, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર સપ્તાહના અંત સુધીમાં પડવાની શકયતાઓ હોય વાતાવરણમાં ફેરફાર નોંધાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular