Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગો પરથી તિરંગા ઉતારવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગો પરથી તિરંગા ઉતારવામાં આવ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરના જાહેર માર્ગો અને બિલ્ડીંગો પરથી બિનજરૂરી હોર્ડિંગ્સ તિરંગા એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ માર્ગો પરથી બિનજરૂરી હોડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ શહેરની સરકારી ખાનગી બિલ્ડીંગોમાં ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લગાડવામાં આવેલ રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન સાથે ઉતારી યોગ્ય જાળવણી કરવામાં આવી હતી, જામનગરના જુદા જુદા વિસ્તારો ગુલાબનગર બેડીગેટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં થી સંપૂર્ણ સન્માન સાથે સરકારી અને ખાનગી બિલ્ડીંગો માંથી રાષ્ટ્રધ્વજ ને સંપૂર્ણ શિસ્ત સાથે ઉતારી યોગ્ય સ્થળે મૂકવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા નાયબ કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ દીક્ષિત ના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular