ભારતના 73માં ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગર ની નવાનગર નેચર કલબ દ્વારા પીરોટન ટાપુ ઉપર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જામનગર નજીક આવેલ વિશ્વ વિખ્યાત પીરોટન ટાપુ છેલ્લા પાંચ વર્ષથી નજીવા કારણો સર બંધ કારી દેવામાં આવ્યો હતો. ગુજરાતના 1600 કિ.મિ દરિયા પટ્ટી માં અસંખ્ય ટાપુ આવેલા છે.
જેમાં મોટાભાગના ટાપુ નિર્જન અને વેરાન હોવાથી ત્યાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અને બાંધકામ થઈ રહ્યું છે. જેની જાણ શહેરની નવાનગર નેચર કલબ દ્વારા દેશના ગૃહમંત્રીને રૂબરૂ મળી ને કરી હતી. જેના અનુસંધાને તેમના માધ્યમથી નવાનગર નેચર કલબ દ્વારા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીને મળી આ ટાપુઓ ઉપર પ્રકૃતિ શિક્ષણ શિબિરો તેમજ સરકારી ખાતાના જુદા જુદા ડીપાર્ટમેન્ટ દ્વારા ત્યાં તાલીમ શિબિર યોજવા માટે રજુઆત કરી હતી. જેને લઈ રાજ્યના મંત્રીએ ચીફ વાઈલ્ડ વોર્ડન સાથે વાત કરી અને આ ટાપુ ઉપર પ્રવસાન ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. તેથી જામનગર મેરિન નેશનલ પાર્ક ઘ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પીરોટન ટાપુ ખુલતાની સાથેજ નવાનગર નેચર કલબ દ્વારા 26જાન્યુઆરી નિમિતે 55 લોકો માટે એક દિવસીય પ્રકૃતિ શીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 73મો ગણતંત્ર દિન હોય તેથી સંસ્થા દ્વારા પ્રથમ વખત આ ટાપુ ઉપર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં સસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, મરિન નેશનલ પાર્કના કર્મચારી વસીમભાઈ સમાં તથા હેમલભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.


