જામનગરના વોર્ડ નંબર 5માં ખોડિયાર કોલોની, નિલકમલ સોસાયટી પાસે કાર્યરત સેવાકીય કામો કરતા સંસ્થા આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ તથા તેમના હોદેદારો દ્વારા દ્વારકાધીશ મંદિરના શીખર પર ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરથી દ્વારકા જવા માટેની બસને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સમયે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો . વિમલભાઈ કગથરા, વોર્ડ પ્રમુખ દિપકભાઈ વાછાણી, મહામંત્રી રામદેભાઈ ગઢવી, કોર્પોરેટર કિશનભાઈ માડમ, કોર્પોરેટર આશિષભાઈ જોષી, જામનગર શહેર યુવા મોરચા પ્રભારી નરેન્દ્રસિહ (મુનાભાઈ) ગોહિલ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.