આજે શ્રાવણનો ત્રીજો સોમવાર સાથે દેશમાં આઝાદીનો અમૃતમહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે ધર્મભકિત અને દેશભકિતનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. પ્રસિધ્ધ જયોતિલીંગ પૈકીના સોમનાથ મહાદેવ અને મહાકાલેશ્વર મહાદેવને તિરંગાનો અદભુત શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ દાદા પણ આઝાદીના અમૃત મહોત્સવમાં સામીલ થયા હોય તેવી અનુભૂતી ભકતોએ કરી હતી.