Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના ચાર વર્ષ પૂર્વેના હત્યાના પ્રયાસના બનાવમાં આરોપીને પાંચ વર્ષની કેદ

ખંભાળિયાના ચાર વર્ષ પૂર્વેના હત્યાના પ્રયાસના બનાવમાં આરોપીને પાંચ વર્ષની કેદ

ખંભાળિયા તાલુકાના કાંડોરણા ગામે રહેતો મનજીભાઈ પાલાભાઈ સાલાણી નામનો શખ્સ પોતાના પત્ની સાથે ઝઘડો કરતો હોય, જેથી તેની બાજુમાં રહેતા તેમના કુટુંબીભાઈ કાનાભાઈ માલદેભાઈ સાલાણીએ વચ્ચે પડીને આ દંપતી ઝઘડો ન કરી અને સમજાવવા જતા આરોપી મનજીભાઈ સાલાણી ઉશ્કેરાઈ ગયો હતો.

- Advertisement -

ત્યાર બાદ તેણે ઘરમાં રહેલી છરી વડે કાનાભાઈ ઉપર હુમલો કરી, પેટના ભાગે તથા વાસાના ભાગે છરીના ઘા ઝીંકી દઈ, લોહી લોહાણ કરી મૂક્યા હતા. આ જીવલેણ હુમલા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં મનજીભાઈ પાલાભાઈ સાલાણી ઉપર આઈ.પી.સી. કલમ 307 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેનું ચાર્જશીટ રજૂ કરાયા બાદ આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આ પ્રકરણમાં સરકારી વકીલ કમલેશભાઈ દવેની દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપીને પાંચ વર્ષની કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular