અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કોરોનાના કેસનો આંકડો 40 પર પહોંચતાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસમાં થયેલા કોરોના વિસ્ફોટ માટે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જવાબદાર છે. 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના થયો હોવાની વિગતો છૂપાવી હતી.
ડો.મેહુલ આચાર્ય (ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઉત્તર પશ્ચિમઝોન)એ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસનું સરનામું નહોતું આપ્યું. તેના બદલે તેમણે વતનના સરનામાં આપ્યાં હતાં. દરમિયાનમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસમાં કેસ વધતાં તપાસ કરાતાં વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ કરાતાં 17 વિદ્યાર્થીના કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતાં આ વાત બહાર આવી હતી. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી આઇઆઇએમના પ્રોફેસર કોરોના સંક્રમિત હોવાનું AMCનું અનુમાન છે.