જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં સાત પોલીસ કર્મચારીએ હાલમાં લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેકટરની ખાતાકીય પરિક્ષામાં ઉર્તીણ થવાથી આ સાત પોલીસકર્મીને જામનગરમાં પીએસઆઇ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ રાજય સરકાર દ્વારા લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેકટરની ખાતાકીય પરિક્ષામાં જામનગર જિલ્લામાં ફરજ બજાવતાં સાત પોલીસ કર્મચારી ઉર્તિણ થયા હતાં. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામજોધપુરમાં ફરજ બજાવતાં જાડેજા અનોપસિંહ ભીખુભા, પંચ-બીના જાડેજા ખોડુભા માનસંગ, સીટી-સીના ગામેતી વસંતલાલ રામજીભાઇ, એલસીબીના ભોચીયા ખીમાભાઇ હાજાભાઇ(એટેચ ફરજ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર) અને ગંધા અશ્ર્વિનકુમાર ભગવાનજીભાઇ, હેડકવાર્ટરના ચૌહાણ સુરેન્દ્રસિંહ સિયારામ, પેરોલ ફર્લોના સુવા રાજેશભાઇ હરદાસભાઇ સહિતના સાત પોલીસકર્મીઓને પોલીસ સબ ઇન્સ્પેકટર (બીન હથિયારી) તરીકે જે સ્થળે ફરજ બજાવે છે તે જ સ્થળે પીએસઆઇ તરીકે હંગામી નિમણુંક કરવામાં આવી છે.