સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની ટીમ દક્ષિણ ગુજરાતના ભીલાડ ખાતે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે નરોલી ચેક પોસ્ટ પાસેથી જીજે.05.સીપી.9445 નંબરની ઝાયલો કાર તથા પાંચ શકમંદો રૂા.5 લાખની રોકડ સાથે ઝડપાઇ ગયા.આ પાંચ શખ્સો પાકિટમાર હોવાનું ખુલ્યું છે. આ શખ્સો નકલી પત્રકારો બની પોતાનો પાકિટમારનો ધંધો કરી રહ્યા હતાં.
પૂછપરછમાં હાસિમ, ફિરોઝ, સમદ, જહૂર અને મોસિન નામના આ શખ્સોએ એસઓજી સમક્ષ કબૂલ કર્યું છે કે, તેઓએ થોડા દિવસ પહેલાં ડૂંગરાપોલીસ સ્ટેશનની હદમાં એક યૂવકને કારમાં લીફટ આપી તેની પાસેથી રૂા. 1,20,000 લૂંટી લીધા હતાં.
આ આરોપીઓ ખાસ કરીને નેશનલ હાઇ-વે પર આ પ્રકારની લૂંટ ચલાવી શિકારને હાઇ-વે પર ઉતારી દેતાં હતાં.પોલીસે આ પાંચેય પાકિટમારોની ધરપકડ કરી લીધી છે અને તેઓ પાસેથી બનાવટી પ્રેસકાર્ડ તેમજ વોઇસમાઇક કબ્જે લીધા છે.