જામનગરના ઢીચડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સાથે બેડી મરીન પોલીસે પાંચ શખ્સોને દબોચી લઇ રૂા.3,34,240 નો મુદ્દામાલ કબ્જે કરી આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ઢીચડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની એએસઆઈ એચ.કે. ચાવડા, હેકો. સૂર્યરાજસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જેઠવા, કેતન ગાગલિયા અને દેવેન્દ્ર બંધિયાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એસ. પોપટ, એએસઆઈ એચ.કે. ચાવડા, હેકો. સૂર્યરાજસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જેઠવા, કેતન ગાગલિયા અને દેવેન્દ્ર બંધિયા તથા સ્ટાફે ઢીચડામાં રેઈડ દરમિયાન કિશન રાજેન્દ્ર નાયક, નિરજ રાજુ પાડલિયા, વિમલ રમેશ ટંકારીયા, હરીશ ભાવસંગ સોગઠિયા, જયેશ ગોરધન દિહોરા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.3200 ની કિંમતનો 1600 લીટર આથો તેમજ રૂા.3200 ની કિંમતનો 160 લીટર દેશી દારૂ તેમજ બે હજારની કિંમતના ગેસના ચાર ચુલા અને રૂા.1500 ની કિંમતના ગેસના ત્રણ બાટલા તથા 10 બેરલ અને 10 ગોળના ડબ્બા તેમજ જીજે-10-ટીડબલ્યુ-8268 નંબરની રૂા.2.50 લાખની કિંમતની રીક્ષા અને 40 હજારની કિંમતની જીજે-10-ડીએફ-5625 નંબરનું બાઈક અને રૂા.27,500 ની કિંમતના 60 મોબાઇલ મળી કુલ રૂા.3,34,240નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રેઈડ દરમિયાન નાસી ગયેલા સંજય અશોક બાવકીયા ઉર્ફે ગધો, ઉમેશ કોળી, યોગેશ રાજુ પરમાર નામના ત્રણ સહિતના કુલ 8 શખ્સો વિરૂધ્ધ બેડી મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.