જામજોધપુરમાં ગીંગણી જકાતનાકા નજીક જાહેરમાં ધોળે દિવસે તીનપતિનો જૂગાર રમતાં પાંચ શખ્સોને રૂા.14,690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના ઝાખર ગામના પાટીયા નજીક તીનપતિ રમતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5730 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાં વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને રૂા.1490 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુરમાં ગીંગણી જકાતનાકા નજીક ધોળે દિવસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મૂળરાજસિંહ બળવંતસિંહ જાડેજા, કિરણસિંહ અનુભા જાડેજા, દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ટપુ કેશુર ગંભીર, શાંતિલાલ ગીગા શીલુ નામના પાંચ શખ્સોને રૂા.14690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર જિલ્લાના ઝાખર ગામના પાટીયા પાસેથી તીનપતિનો જૂગાર રમતા ભરતસિંહ તખુભા ચાવડા, વલીમામદ આમદ ખેભર, દુષ્યંત લગધીર લગધીરકા નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5730 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા સાદીકશા અલીશા બાનવા નામના શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1490 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.


