કાલાવડ તાલુકાના છતર ગામમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા પાંચ શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.23300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.12920 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ દરોડો, કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી આશાબાપીરની દરગાહ નજીક જાહેરમાં સ્ટ્રીટલાઈટનો જૂગાર રમતા અબ્દુલ લાખા મલેક, સજુભા પ્રવિણસિંહ જાડેજા, બિપીન મુળજી ચાવડા, દિનેશ હિરા પરમાર, ભોજા જેશા બગડા નામના પાંચ શખ્સોને રૂા.23,300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હમીર દેવાણદ કરમુર, વીરા ધના કરંગીયા, કેશુર અરશી કરમુર, પાલા મારખી ડાંગર, હમીર જગમલ ભેડા, અશોક નગા પોપણિયા સહિતના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12920 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ છતરમાંથી તીનપતિ રમતા પાંચ શખ્સો ઝડપાયા
રૂા.23,300 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે : જામજોધપુરના રબારીકામાંથી જૂગાર રમતા છ શખ્સ ઝબ્બે: રૂા.12920 ની રોકડ અને ગંજીપના કબ્જે