જામનગરમાં બેડી પઘર કબ્રસ્તાનની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગરમાં બેડી પઘર કબ્રસ્તાનની બાજુમાં લંઘાના ઘર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હુશેન ઈલ્યાસ કમોરા, એલિયાશ હારુન જામ, હનિફ હુશેન સાયચા, રજાક હારુન સેલાત તથા શબીર સીદીક પાલાણી નામના પાંચ શખ્સોને રૂા.10500 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.