જોડિયા તાલુકાના માણામોરા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.31,750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના માણામોરા ગામમાં આવેલ તળાવની પાર ખાતે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ગુલાબ અરજણભાઈ સોલંકી, જગદીશ સામજીભાઇ રાઠોડ, અમરશી નાનજીભાઈ સવાણી, શાંતિલાલ રણછોડભાઈ ધનાણી, કૌશિક નયનભાઈ ધનાણી સહિતના પાંચ શખ્સોને રૂા12,250 ની રોકડ રકમ, 19,500ની કિમતના 5 નંગ મોબાઈલ અને ગંજીપના મળી કુલ રૂ 31,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.