જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની નદીના સામા કાંઠાના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.6590 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર ગામના ચોરા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.5080 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની નદીના સામાકાંઠે રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન નવીનચંદ્ર કાંતિલાલ લાડાણી, નરોતમ રતીલાલ મીઠીયા, ધીરુ ચના સોલંકી, મનજી નાથા વઘેરા, અશોક મોહન ખાંટ નામના પાંચ શખ્સોને રૂા.6590 ની રોકડ રકમ, એક ટોર્ચ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ચોરા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળામાં તીનપતિ રમતા પરેશ બાલા ચાવડા, સાજણ માયા ચાવડા અને હમીર આલા ધ્રાન્ગુ નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


