કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે બાયપાસ પાસે આવેલા એક પેટ્રોલપંપ પાછળના ભાગે બાવળની ઝાડીમાં બેસી અને જાહેરમાં જુગાર રમી રહેલા મનુભાઈ ગોરધનભાઈ જોશી, હમીરભાઈ સામતભાઈ ચાવડા, કિશોરભાઈ કાનાભાઈ ચાવડા અને માલદેભાઈ નારણભાઈ ચાવડા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 12,700 રોકડા તથા રૂપિયા 10,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 20 હજારની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 43,200 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.