જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામમાં ખુલ્લા પટ્ટમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રેડ દરમ્યાન રૂા.12,100ની રોકડ અને ગજીપના સાથે ઝડપી લીધાં હતાં.
જુગાર દરોડાના વિગત મુજબ જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામમાં રેલ્વેના પાટા સામેના ખુલ્લા પટ્ટમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ દરમ્યાન ગોગન કાના સિતાપરા, શૈલેષ સુભાષ વાવેચા, અશોક મનસુખ વાઘેલા, રાજેશ મનજી વાવેચા, વિજય દામજી ચૌહાણ સહિતના પાંચ શખ્સોને રૂા.12,100ની રોકડ અને ગજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.