જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા સ્થળે પોલીસે રેઇડ દરમિયાન પાંચ શખ્સોને રૂા.2480ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રેઇડ પૂર્વે નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં આવેલી સોસાયટીમાં જાહેર રોડ પર તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન અજય રવજી ડાભી, લાલા મોહન ગોહિલ, ધીરૂ વિશા ગોહિલ, હરેશ ભીમા ડાભી, અરવિંદ મગન સુરેલા નામના પાંચ શખ્સોને રૂા.2480ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. તેમજ રેઇડ પૂર્વે મહેશ રામજી ઝિંઝૂવાડિયા, ડાયા લાલા ચૌહાણ, વિજય ડાયા સુરેલા નામના ત્રણ શખ્સો નાશી ગયા હોય જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.