જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોની પોલીસે રેઇડ દરમ્યાન રૂપિયા 27,830ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં આવેલાં બ્લોક નંબર- 33ની સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન જગદીશભાઈ જીવાભાઈ રાઠોડ, ડાયાભાઇ રાજાભાઈ મકવાણા અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂા. 27,830ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.