જામનગર દરેડ જીઆઇડીસી ફેસ-3 માંથી રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જામજોધપુરના બાલવા ફાટક નજીકથી રૂા.200 ની કિંમતની 300 એમએલ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો. જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી રૂા.1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લીધો હતો. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં જાહેર રોડ પરથી રૂા.300 ની કિંમતની દારૂની બોટલ તથા રૂા.30 હજારની કિંમતનું એકટીવા સહિત રૂા.30300 ના મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાં નાની નાગાજર ગામથી પીઠડિયા-3 ગામ તરફ જવાના રસ્તે રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર દરેડ જીઆઈડીસી ફેસ-3 માં સત્યરાજ ચોક પાસે પોલીસે રેઈડ દરમિયાન કેતન ગોવિંદભાઈ હીરપરા (ઉ.વ.29) નામના શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુરમાં બાલવા ફાટક રજવાડી હોટલ પાસેથી પ્રવિણ પાલાભાઈ માડમ નામના શખ્સને રૂા.200 ની કિંમતની 300 એમએલ દારૂની બોટલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આરવ બિલ્ડિંગ પાસેથી સિટી સી પોલીસે રવિ અમરશીભાઈ ઘેડા નામના શખ્સને રૂા.1000 ની કિંમતની બે નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
ચોથો દરોડો, જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ પરથી એકટીવા લઇ પસાર થતા અજયસિંહ રણજીતસિંહ જાડેજા નામના શખ્સની તલાસી લેતા રૂા.300 ની કિંમતનું 300 મિલી ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાતા પોલીસે દારૂ તથા રૂા.30000 ની કિંમતની એકટીવા મોટરસાઈકલ સહિત કુલ રૂા.30300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને દારૂની સપ્લાય કરનાર મયુરસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી હતી.
પાંચમો દરોડો, કાલાવડ તાલુકામાં નાની નાગાજર ગામથી પીઠડીયા-3 ગામ તરફ જવાના રસ્તે રાયધન વજાભાઈ પરમાર નામના શખ્સના રૂા.500 ની કિંમતની દારૂની બોટલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો તેમજ દારૂનો જથ્થો આપનાર અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી હતી.


