જામનગર તાલુકરાના દરેડ નજીકથી પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રૂા.11210 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના દરેડ નજીક મસીતિયા રોડ પર બજરંગ ફાર્મ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પ્રમોદકુમાર મંગલસીંગ રાજપૂત, રામબાબુ બલરામસીંગ રાજપૂત, રાજકિશોર કનૈયાલાલ લોદી, ધર્મેન્દ્રકુમાર દેવીપ્રસાદ, રાજસીંગ ઉર્ફે દિપકસીંગ ધિરેન્દ્રસિંગ ઠાકુર સહિતના પાંચ શખ્સોને રૂા.11210 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.