જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમમાં આવેલા ખેતરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.2900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમમાં આવેલા વજશી કારા ગોજિયાના ખેતરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન વજશી કારા ગોજિયા, મયુર ગોવા ચંદ્રવાડિયા, મેરામણ રણમલ ભાટુ, કાના ગોવિંદ સોલંકી અને વિજય કરશન કાંબરિયા નામના પાંચ શખ્સોને રૂા.2900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.