પ્રથમ દરોડોની વિગત મુજબ,જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જેઠા ગોવા ગોજીયા, રમેશ રામા ચંદ્રવાડિયા, ભાવેશ લખમણ કાંબરીયા, મેણશી વિક્રમ ચંદ્રવાડિયા, લખા અરજણ કાંબરીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા. 10580 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના નવાગામ ઘેડમાં વાલ્મિકીવાસમાં રામાપીરના મંદિરની બાજુમાં કાટછાપનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન હરીશ દેવશી પાંડાવદરા, ભરત રામદેવ વરવારિયા અને પ્રશાંત અનિલ જેઠવા નામના ત્રણ શખ્સોને રૂા.1121 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.