Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરબેડ નજીકથી બાઈક રેસનો જૂગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

બેડ નજીકથી બાઈક રેસનો જૂગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

સીક્કા પોલીસ દ્વારા રેઈડ : પાંચ બાઈક, 2500 રોકડા, ચાર મોબાઇલ મળી કુલ રૂા.2,22,500 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લાના માર્ગો પર અમુક વાહનચાલકોનો અસહ્રય ત્રાસ રહે છે આ વાહનચાલકો દ્વારા મોટા અવાજો કરી પૂરઝડપે વાહનો ચલાવવાથી શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે જામનગર તાલુકાના બેડ ગામની નદીના પુલ પરના ધોરીમાર્ગ પર બાઈકની રેસ લગાવી શરત મારી જૂગાર રમતા પાંચ શખસોને સીક્કા પોલીસે રૂા.2,22,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામની નદીના પુલના પરના માર્ગ પર જન્માષ્ટમીના તહેવારમાં સાંજના સમયે બાઈક રેસ લગાવી જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીક્કા પોલીસે બેડ ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાઈક રેસ લગાવી જૂગાર રમતા અબ્દુલ કાલર ઈલિયાસ બારૈયા (રહે. નાગાણી સરમત), અસગર હુશેન સંઘાર (રહે. નાગાણી સરમત), સબીર અબ્દુલ સુંભાણિયા (સીક્કા), અલબાઝ અકબર હુંદળા (સીક્કા) અને વસીમ આમીન ભગાડ (સીક્કા) નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. આ પાંચેય શખ્સો પાસેથી રૂા.2500 ની રોકડ રકમ અને રૂા.20 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા બે લાખની કિંમતની પાંચ બાઈક સહિત કુલ રૂા.2,22,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેના આધારે પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ જૂગારધારાની તથા મોટરવ્હીકલ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular