મીઠાપુર ટાઉનશીપ વિસ્તારમાં બેસી અને જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા મૂળ ઝારખંડ રાજ્યના જિલ્લા વતની રમેશચંદ્ર રૂંધુસિંહ, લક્ષ્મણ અખલુ સિંહ, નેપાળના મૂળ વતની અને મીઠાપુરના સુપરવાઇઝર સાગર મોતીલાલ ગૌરાંગ, કર્ણાટકના બીદર જિલ્લાના મૂળ વતની અમર તુલસીરામ સિંહ, અને ઝારખંડ રાજ્યના ગુમલા જિલ્લાના મૂળ વતની અજીત બિલિયામ તપનો નામના કુલ પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂા.10,070 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.