જામનગર તાલુકાના ચાંપાબેરાજા તરફથી આવી રહેલી બે બોલેરો કારને સિક્કા પોલીસે આંતરીને તલાશી લેતા પાંચ શખ્સો પાસેથી આધાર પુરાવા વગરનો ડીઝલનો જંગી જથ્થો મળી આવતા અટકાયત કરી 12,25,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ચાંપાબેરાજાના માર્ગ પરથી શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે શખ્સ પસાર થવાની પો.કો. જિતેન્દ્ર પરમાર, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયપાલ મેર અને કૃષ્ણપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીએસઆઇ આર.એચ.બાર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમ્યાન દોઢિયા ગામ તરફથી આવી રહેલી જીજે36વી 5860 તથા જીજે13એએક્સ 1256 નંબરના બે વાહનોને દોઢિયા ગામના બસસ્ટેન્ડ પાસે આંતરી લીધા હતાં. તેમજ પોલીસે તલાશી લેતા બન્ને બોલેરો વાહનમાંથી રૂા.4,05,000ની કિંમતનું 4500 લીટર શંકાસ્પદ ડીઝલ અને રૂા.18000ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન તથા 8 લાખની કિંમતની બોલેરો પીક-અપ વાન અને 2000 ની કિંમતના પાઇપના ટુકડા સહિતના કુલ રૂા.12,25,000 ના મુદ્દામાલ સાથે આસીફ હુશેન ભટ્ટી (જામનગર), અજય રમેશ ગડેશિયા (મોરબી), રિયાઝ કરીમ લધાણી (જામનગર), અબ્દુલ અનવર ભટ્ટી (મોરબી), નિકુલ જશુ બાવળિયા (મોરબી), નામના પાંચ શખ્સોને ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.