જામનગર શહેરમાં જુના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10600 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મહેશ વશરામ ચાવડા, ઓધવજી મગનભાઈ ઝીન્ઝુવાડીયા, મહેશ શામજી રાઠોડ, તોહીદ હુશેનભાઈ કમોરા, રમઝાન અયુબભાઇ ક્મોરા નામના પાંચ શખ્સોને રૂા.10600 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.