જામનગર તાલુકાના નવાનાધુના ગામમાં રહેણાંક મકાનમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને એલસીબીની ટીમે રૂા.66,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા સંચાલક અને મકાનમાલિકની શોધખોળ આરંભી હતી. જામજોધપુર તાલુકાના સમાણામાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.10150 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં દંપતી અને બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.3220 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના દિ.પ્લોટમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.2700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના નવાનાધુના ગામમાં રહેણાંક મકાને તીનપતિનો જૂગાર રમાડતો હોવાની એલસીબીના સુરેશ માલકીયા, યશપાલસિંહ જાડેજા, દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન વલ્લભ રણછોડ અકબરી, સંજય નરોતમ રાયઠઠ્ઠા, પરેશ વસંત ઠકકર, રમેશ કાનજી વીરમગામા, કલ્પેશ ચંદુ બોડા નામના શખ્સોને રૂા.25,200 ની રોકડ, ગંજીપના ઉપરાંત રૂા.30 હજારની કિંમતનું એક બાઇક, તથા રૂા.11,500 ની કિંમતના પાંચ મોબાઇલ મળી કુલ રૂા. 66,700 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા સંચાલક અને મકાન માલિક સવજી સોમા દલસાણિયા નામના શખ્સ સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે પંચકોશી બી ડીવીઝનને સોંપી આપ્યા હતાં.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા વશરામ મંગા પરમાર, જેન્તી જાદવ વાદી, નાનજી રૂડા વાઘેલા, વાલજી હીરા પરમાર, અમરશી રાજા ચાવડા, દેવશી પરમાર સહિતના છ શખ્સોને શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન રૂા.10150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા ધનરાજ ઉર્ફે ધનો મગન મકવાણા અને તેની પત્ની તેમજ બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.3220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરમાં 40 દિ.પ્લોટ વિસ્તારમાંથી જૂગાર રમતા જયસુખ મણીલાલ કનખરા, રાજેશ જગજીવન નંદા, અલ્પેશ કાંતિ નંદા, ફાલ્ગુન મુકેશ નાખવા નામના ચાર શખ્સોને રૂા.2700 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.