જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન બે મહિલા સહિત પાંચ શખ્સોને ગંજીપના અને રૂા. 16,700ની રોકડ રકમના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર, શેરી નંબર પાંચમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હે.કો. ખીમશીભાઇ ડાંગર, હર્ષદભાઇ પરમાર, પો.કો. ઓમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના સૂચના તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની માર્ગદર્શન મુજબ સિટી ‘સી’ ડિવિઝન પીઆઇ એમ. બી. ડાભી, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, નારણભાઇ સદાદિયા, દેવેનભાઇ ત્રિવેદી, રાજેશભાઇ બથવાર, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર સહિતના પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ઇશ્ર્વર ઉર્ફે કારો ચંદુ વીડજા, દામજી સવજી આદરોજા, નારણ જેઠા ઓડીચ અને બે મહિલા સહિત કુલ પાંચ શખ્સને રૂા. 16,700ની રોકડ રકમ તથા ગંજીપતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


