Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં કોરોનાથી વધુ પાંચ વ્યક્તિઓના મોત

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાથી વધુ પાંચ વ્યક્તિઓના મોત

જામનગર શહેર કરતા ગ્રામ્યમાં ફરીથી વધુ કેસ નોંધાયા : શહેરમાં 33 અને ગ્રામ્યમાં 36 નવા કોરોના દર્દી ઉમેરાયા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ધીમે-ધીમે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લાં બે સપ્તાહથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધતો જાય છે. તેમાં સરકારની સાથે-સાથે લોકોની બેદરકારી પણ મહત્વનો ભાગ ભજવે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજ દિવસ સુધીના સૌથી વધુ 2360 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે નવ લોકોના મોત નિપજયા છે. ભારત દેશની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કહેરની બીજી લહેર ઝડપી સંક્રમિત થઈ રહી છે. ત્યારે આ સંક્રમણથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જામનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન કોરોનાથી પાંચ વ્યકિતઓના મોત નિપજયા છે.

- Advertisement -

છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 69 સુધી પહોંચી ગઈ છે તેમાં પણ ખાસ કરીને શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોનો ગ્રાફ ઉંચો છે. જામનગર શહેરમાં 24 કલાક દરમિયાન 33 અને ગ્રામ્ય વિસ્તારમાં 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે શહેરમાં 48 દર્દીઓએ જ્યો ગ્રામ્ય વિસ્તારમાં 15 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ 246490 લોકોના જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 199901 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular