Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ

જામનગર શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ

હાલમાં પંદર દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જામનગર શહેરમાં પણ ગઇકાલે કોરોનાના નવા પાંચ કેસ સામે આવ્યા છે. ચાર પુરૂષ તથા એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઇસોલેશન કરાયા છે. હાલમાં જામનગરમાં 15 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ધીમીગતિએ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ છે. ત્યારે જામનગર શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. તાજેતરમાં જામનગરના એકજ પરિવારના ચાર લોકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગઇકાલે જામનગર શહેરમાં વધુ પાંચ લોકોના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે જી. જી. હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. કોરોનાની કોઇપણ પરિસ્થિતિમાં તંત્ર સાબદું બની ગયું છે. ત્યારે જામનગર શહેરમાં ગઇકાલે કોરોનાના વધુ નવા પાંચ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 16 કેસ જામનગરમાં નોંધાઇ ચૂકયાં છે.

જામનગર શહેરમાં કામદાર કોલોની (34 વર્ષના પુરૂષ), ગુલાબનગરની દયાનંદ સોસાયટી (37 વર્ષના પુરૂષ), સરદાર ચોક, લાલપુર બાયપાસ રોડ (60 વર્ષના વૃદ્ધ), દરેડ ફેઇઝ 2 (31 વર્ષના પુરૂષ) તથા નવાનગર પાણાખાણ (20 વર્ષની યુવતી)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 16 કોરોનાના કેસો નોંધાયા છે. જે પૈકી એક દર્દીને ગઇકાલે ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 15 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશન હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular