Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર-કાલાવડ-લાલપુરમાંથી ત્રણ યુવતી સહિત પાંચ લાપત્તા

જામનગર-કાલાવડ-લાલપુરમાંથી ત્રણ યુવતી સહિત પાંચ લાપત્તા

- Advertisement -

જામનગર જીલ્લામાંથી ત્રણ યુવતીઓ સહીત પાંચ વ્યક્તિઓ લાપતા થયાની ફરિયાદ સામે આવી છે. જે પૈકી તિરુપતિ સોસાયટીમાં રહેતી એક યુવતી 7દિવસ પૂર્વે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. ઉપરાંત લાલપુર તાલુકામાં રહેતી એક યુવતી 8 દિવસ પૂર્વે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયેલ હોય અને હજુ સુધી પરત ન આવતા પરિવારજનોએ પોલીસ દફતરમાં જાણ કરી હતી. અન્ય બનાવ જેમાં જામનગર શહેરના આબેડકરનગરમાં રહેતી એક યુવતી ગઈકાલના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા જતા પોલીસ દફતરને જાણ કરવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત સિદ્દાર્થનગરમાં રહેતો એક યુવક ચાર દિવસ પૂર્વે પોતાના ઘરેથી લાપતા થયેલ છે. અને કોમલનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પોતના ઘરેથી કોઈને કહ્યાવગર ક્યાંક જતા રહેતા હજુ સુધી ન મળી આવતા તેના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.

- Advertisement -

જામનગર શહેરના તિરુપતિ સોસાયટીમાં રહેતા હરીશભાઈ વીરજીભાઈ રાઠોડની દીકરી પુનમ (ઉ.વ.27) તા.17માર્ચના રોજ સાંજે સાડાચાર વાગ્યે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતીરહેલ છે. તેણી ઘરેથી નીકળી ત્યારે પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો અને દેખાવે ઘઉંવર્ણની તેમજ ઊંચાઈ 5*6 છે. જેની તપાસ કરતા ક્યાય મળી ન આવતા પરિવારજનોએ સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના આંબેડકરનગરમાં રહેતા વર્ષાબેન ગોપાલભાઈ શેખ નામના મહિલાની નણંદની દીકરી આરતી ઉર્ફે પૂજા પ્રવીણભાઈ ગુલાબદાસ જેની ઉંમર 18 વર્ષ અને 7 માસ હોય અને ગઈકાલના રોજ સવારે 9 વાગ્યે તેણી ગામમાં કટલેરી લેવા જાવ છું તેમ નાનાને કહીને ક્યાંક જતી રહેલ હોય અને આજુબાજુમાં તપાસ કરતા ક્યાય મળી ન આવતા કાલાવડ પોલીસ દફતરને જાણ કરવામાં આવી છે. તેણી ઘરેથી નીકળી ત્યારે પોપટી કલરનું ટોપ પહેર્યું હતું. અને વાને શ્યામ તથા ધો.9 સુધી અભ્યાસ કરેલ છે. અને સાડા ચાર ફૂટની ઉંચાઈ છે. તેમજ ગુજરાતી ભાષા જાણે છે. જો આવી કોઈ યુવતી અંગે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ દફતરમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં રહેતા દક્ષાબેન હીરાભાઈ બગડા ની દીકરી નયનાબેન (ઉ.વ.22) તા.16 માર્ચના રોજ બપોરના સાડાબારેક વાગ્યે પોતાના માસીના ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહેલ હોય તેની તપાસ કરતા ક્યાય મળી ન આવતા સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી છે. તેણી ઘરેથી નીકળી ત્યારે કોફી કલરનું ટોપ પહેરલ હતું તથા હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી ભાષા જાણે છે. આવી કોઈ યુવતી અંગે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ દફતરમાં જાણ કરવા સીટી સી ડીવીઝન પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું છે

જામનગર શહેરના સિદ્ધાર્થનગરમાં રહેતા વસંતબેન લલિતભાઈ સોંદરવા નામના યુવતીના પતિ લલિતભાઈ (ઉ.વ.30) ગત તા.17 માર્ચના રોજ પોતાના ઘરેથી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં કોઈને કહ્યા વગર જતા રહેલ હોય અને તપાસ કરતા ક્યાય ન મળી આવતા સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી છે. યુવક ઘરેથી નીકળેલ ત્યારે ગુલાબી કલરનો શર્ટ અને સફેદ જીન્સ પહેરલ હતા. અવી કોઈ વ્યક્તિ અંગે જાણ થાય તો પોલીસ દફતરમાં જાણ કરવા સીટી સી ડીવીઝનના એએસઆઈ આર.એમડૂવા દ્રારા જણાવવામાં આવ્યું છે

- Advertisement -

જામનગર શહેરના કોમલનગર મેઈન રોડ નજીક રહેતા સામતભાઈ રાજાભિયા પિંગળ નામના યુવકના પિતા રાજાભાઈ ઘેલાભાઈ પિંગળ ચાર દિવસ પૂર્વે પોતાના ઘરેથી ચાલવા માટે જવું છું તેમ કહી ક્યાંક જતા રહેલ અને તેની તપાસ કરતા મળી આવતા સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ગુમ નોંધ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular