Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયત્રણ બાળકો સહીત પરિવારના 5 સભ્યોએ સામુહિક આપઘાત કરી લેચા ચકચાર

ત્રણ બાળકો સહીત પરિવારના 5 સભ્યોએ સામુહિક આપઘાત કરી લેચા ચકચાર

- Advertisement -

બિહારના સુપૌલમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. સુપૌલ જિલ્લામાં આર્થિક સંકટને કારણે એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર માતા-પિતા અને ત્રણ બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

- Advertisement -

સુપૌલ જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશનના ગડ્ડી ગામમાં રહેતા એક પરીવારે ગળાફાંસો ખાઈ સામુહિક આપઘાત કરી લીધો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પરિવારના લોકો ગત શનિવાર સુધી જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદથી પરિવારનો કોઈ સભ્ય દેખાયો નહોતો. વિસ્તારમાં દુર્ગંધ ફેલાવા માંડતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. મોડી રાત સુધી પોલીસ પહોંચી ત્યારે પાંચ લોકોના મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ગડ્ડી ગામમાં મિશ્રીલાલ સાહુના પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ કુમારે પણ ઘટના સ્થળે પહોંચ્યા બાદ એફએસએલ ટીમને બોલાવી છે. સાહુનો પરિવાર ઘણા સમયથી આર્થિક સંકટથી પરેશાન હતો. છેલ્લા 2 વર્ષથી પરિવાર કોલસા વહેચીને જીવનનિર્વાહ કરતો હતો મિશ્રીલાલ સાહુએ તેની પૂર્વજોની જમીન પણ વેચી દીધી હતી. કેટલાક દિવસોથી આ પરિવાર ગામલોકોથી અલગ રહેવા લાગ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular